Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના, આગામી કેટલાક દિવસ બેવડું વાતાવરણ રહેવાની શક્યતા, જુઓ Video

|

Oct 04, 2023 | 8:01 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ સુધી વરસાદની નહિવત સંભાવના છે. તેમજ હવે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.આજે રાજ્યમાં સામાન્ય તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આગામી કેટલાક દિવસો એટલે કે ઓક્ટોબરમાં દિવસનું તાપમાન ઊંચું રહેશે અને રાત્રીનું તાપમાન નીચુ રહે તેવી શક્યતા છે.

Gujarat Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ સુધી વરસાદની નહિવત સંભાવના છે. તેમજ હવે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

આજે રાજ્યમાં સામાન્ય તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આગામી કેટલાક દિવસો એટલે કે ઓક્ટોબરમાં દિવસનું તાપમાન ઊંચું રહેશે અને રાત્રીનું તાપમાન નીચુ રહે તેવી શક્યતા છે. તેમજ બપોરે ગરમીનો અનુભવ થશે અને સવાર સાંજ ઠંડકનો અનુભવ થશે. તો આગામી કેટલાક દિવસ રાજ્યમાં બેવડું વાતાવરણ રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે દાહોદ, ગીર સોમનાથ, મહીસાગર, મોરબી,સાબરકાંઠા, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, દેવ ભૂમિ દ્વારકા, ગાંધીનગર, જુનાગઢ, ખેડા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમરેલી, બોટાદ, જામનગર,કચ્છ,નર્મદા જિલ્લામાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video