Gujarat Weather Forecast : આજે રાજ્યના આ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના, જુઓ Video

|

Aug 16, 2023 | 7:12 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે.રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather News : આજે છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રહેશે વાદળછાયુ વાતાવરણ

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા જેવા જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, નર્મદા, નવસારી, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, ભરુચમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video