Gujarat Weather Forecast : આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના, જુઓ Video

|

Oct 01, 2023 | 7:51 AM

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

 Weather Forecast : હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના, જુઓ Video

જયારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની સાથે પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. વરસાદની આગાહીના પગલે લોકોને અસહ્ય બફારાથી રાહત મળે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video