Gujarat Weather Forecast : આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Aug 29, 2023 | 7:40 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આજે મંગળવારે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે.

 Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આજે મંગળવારે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video

તો આજે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ કચ્છમાં નહિવત વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે વાતાવરણમાં ભેજ ઘટવાના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમરેલી, ભરુચ, ગાંધીનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ગીરસોમનાથ, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તેમજ અરવલ્લી, ભાવનગર, દાહોદ, મહેસાણા, પંચમહાલ અને વલસાડમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે બોટાદ, દેવભૂમિદ્વારકા, જામનગર, કચ્છ, મહીસાગર, નર્મદા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો