Gujarat Weather Forecast: અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજથી એટલે કે ગુરુવારથી વરસાદી માહોલ જામવાની ફરી શરૂઆત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજથી એટલે કે ગુરુવારથી વરસાદી માહોલ જામવાની ફરી શરૂઆત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે તો આગામી 24 કલાક અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે.
આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, તાપી, દમણમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. તો અમદાવાદ, દાહોદ અને મહીસાગરમાં પણ હળવો વરસાદ પડશે. અમરેલી, જૂનાગઢ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે જામનગર, મહેસાણા, નર્મદા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ ખેડા, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ દાહોદ, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, મહીસાગર અને વડોદરા જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો