Gujarat Weather Forecast: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 28, 2023 | 7:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન 30 ડિગ્રી તાપમાન રહેશે. આ ઉપરાંત અમરેલી,આણંદ,ગાંધીનગર, ગીરસોમનાથ, ખેડા અને વલસાડમાં 30 ડિગ્રી તાપમાન રહેશે. તો આ તરફ અરવલ્લી,મહીસાગર,નર્મદામાં જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહેશે.

Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન 30 ડિગ્રી તાપમાન રહેશે. આ ઉપરાંત અમરેલી,આણંદ,ગાંધીનગર, ગીરસોમનાથ, ખેડા અને વલસાડમાં 30 ડિગ્રી તાપમાન રહેશે. તો આ તરફ અરવલ્લી,મહીસાગર,નર્મદામાં જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહેશે.

આ પણ વાંચો : Gujarat Video: ઉમરગામથી લઈ કચ્છના મુન્દ્રા સુધી વરસાદી માહોલ, રાજ્યના 154 તાલુકામાં વરસાદ

આ તરફ બનાસકાંઠા,બોટાદ, દેવભૂમિદ્વારકા,જામનગર અને મોરબીમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. જુનાગઢ, મહેસાણા, નવસારી,પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠામાં આજે દિવસ દરમિયાન 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે તો કચ્છમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. દાહોદમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ છોટા ઉદેપુરમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પંથકમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video