Gujarat Video: વડોદરામાં રખડતી રંઝાડનો આતંક યથાવત, વધુ એક નાગરિકનું રખડતા ઢોરની અડફેટે આવતા મોત

| Edited By: | Updated on: Jun 21, 2023 | 11:54 PM

Vadodara: વડોદરામાં રખડતા ઢોરની અડફેટે વધુ એક રાહદારીનો ભોગ લેવાયો છે. છત્તાં નઘરોળ તંત્ર દ્વારા આજ સુધી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે.

Vadodara: વડોદરામાં રખડતા ઢોરે વધુ એક નાગરિકનો ભોગ લેતા ચકચાર મચી છે. ન્યુ અલકાપુરી વિસ્તારમાં વૃદ્ધનું રખડતા ઢોરની અડફેટે મોત થયુ છે. લક્ષ્મીપુરા નજીક બાઇક પર સવાર વૃદ્ધને ઢોરે અડફેટે લીધા હતા. રખડતા ઢોરની અડફેટે આવતા 65 વર્ષીય સાવદાસ નંદાણીયાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. વૃદ્ધનું મોત થતા ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

શું કહ્યુ સ્ટેન્ડિંગ ચેરમેનએ ?

સમગ્ર મામલે વડોદરા મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન તંત્રનો બચાવ કરતા નજરે ચડ્યા. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે આવી ઘટનાઓને લઇને 8 લોકોને પાસા કરાયા છે. તો આશરે 39 લોકો પર એફઆઇઆર નોંધાઇ છે. આ સાથે તંત્ર સમસ્યાની મુક્તિ માટે વધુ ઢોરવાડા ઉભા કરવાની તૈયારીમાં હોવાનું પણ તેમને જણાવ્યું છે.

આ પણ વાંચો : Surat : સરથાણામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર થયો હૂમલો, એક વ્યક્તિને આંખમાં ગંભીર ઇજા

રખડતા ઢોરની અડફેટે છેલ્લા 3 મહિનામાં 3 લોકોના મોત થતા વિપક્ષ પણ આક્રમક છે. વિપક્ષ નેતા અમી રાવતે જણાવ્યું કે કાર્યવાહી કરવાનો દાવો કરી તંત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે. આજ સુધી રખડતા ઢોર મુદ્દે પોલિસી બનાવવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યુ છે. મનપાના વિપક્ષના નેતા અમી રાવતે પશુપાલકો સાથે વાતચીત કરી આ મામલે તાત્કાલિક નક્કર પગલાં લેવા માગ કરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો