Gujarat Video: Surendranagar- ભાસ્કરપરાથી છાબલીને જોડતો પુલ જર્જરિત હાલતમાં, જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબુર

| Edited By: | Updated on: May 26, 2023 | 12:03 AM

Surendranagar: લખતર તાલુકાના ભાસ્કરપરાથી છાબલીને જોડતો પુલ જર્જરીત હાલતમાં છે. અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે, લોકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થવા મજબુર બન્યા છે.

Surendranagar: લખતર તાલુકાના ભાસ્કરપરાથી છાબલીને જોડતો પુલ જર્જરિત બન્યો છે. છેલ્લા ઘણા સમયથી પૂલ જર્જરીત થયો છે અને પુલની વચ્ચે ગાબડુ પડ્યુ છે. હાલ પૂલની સ્થિતિ એવી છે કે લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે. આ પુલ પરથી રોજ અનેક વાહનો પસાર થાય છે તેમજ ખેડૂતોને આવવા જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે.

અનેક રજૂઆતો છતા તંત્ર જાણે મોટી દુર્ઘટનાની જોઈ રહ્યુ છે રાહ

જર્જરીત પુલ બાબતે તંત્રને અનેક રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અહીં ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે. રોજ લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ તંત્રને જાણે કંઈ પડી જ નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતા તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યુ છે. ત્યારે સવાલ એ છે કે શું કોઈ દુર્ઘટના થશે ત્યારબાદ જ તંત્ર કામગીરી કરશે ?

આ પણ વાંચો : Gujarati Video: રાજકોટમાં જર્જરિત સ્લમ ક્વાટર્સ ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં, માત્ર નોટિસ ફટકારી સંતોષ માનતુ તંત્ર

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 25, 2023 11:59 PM