AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video : ભરૂચ SOG એ ખેડૂતોનું ખાતર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું, મીની ફેક્ટરી સીઝ કરી એકની ધરપકડ કરાઈ

Gujarat Video : ભરૂચ SOG એ ખેડૂતોનું ખાતર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું, મીની ફેક્ટરી સીઝ કરી એકની ધરપકડ કરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 6:50 AM
Share

શુકલતીર્થ કરજણ રોડ ઉપર શેડમાં ચાલતા સરકારી ખાતર કૌભાંડ ઉપર SOG ની ટીમે ખેતી અધિકારીઓ સાથે રાખી રેડ કરી હતી. અહીં સરકારી સબસીડીવાળા ખાતરમાં ચોથા ભાગનું મીઠું ઉમેરી રીપેકિંગ કરી ઉધોગોને વેચવાનું ચાલતું કાંડ બહાર આવ્યું હતું.

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સરકારી સબસીડીવાળા ખાતરને બારોબાર ઉધોગોને વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ કરી એક આરોપીની સરકારી ખાતરના જથ્થા સહિત કુલ રૂપિયા 11.29 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ભરૂચ SOG ના PI એ.એ.ચૌધરીની ટીમે હેમંત વિનોદભાઇ પાનવાલા નામના શખ્શની ધરપકડ કરી છે જેણે મીની ફેક્ટરી ઉભી કરી સરકારી ખાતરનો જથ્થો રીપેકિંગ કરી ઉદ્યોગોને વેચવા માંડ્યું હતું.

શુકલતીર્થ કરજણ રોડ ઉપર શેડમાં ચાલતા સરકારી ખાતર કૌભાંડ ઉપર SOG ની ટીમે ખેતી અધિકારીઓ સાથે રાખી રેડ કરી હતી. અહીં સરકારી સબસીડીવાળા ખાતરમાં ચોથા ભાગનું મીઠું ઉમેરી રીપેકિંગ કરી ઉધોગોને વેચવાનું ચાલતું કાંડ બહાર આવ્યું હતું. SOG એ સ્થળ પર FSL ની તપાસ બાદ 224 ખાતરની બોરી કિંમત રૂપિયા6.16 લાખ, મીઠુ મિક્ષ કરેલ ખાતરની 29 બોરી, 82 મીઠું ભરેલી બોરીઓ, ટેમ્પો, પેકેજીંગ મટિરિયલ્સ અને સાધનો મળી કુલ રૂપિયા 11.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સરકારી સબસીડીવાળું ખાતર અંકલેશ્વરની ચિંતન એગ્રોમાંથી સપ્લાય થયું હતું. આરોપી હેમંત રૂપિયા 1700 માં કહતરની બોરી બેનંબરમાં ખરીદી તેમાં મીઠું ભેળવી પોટેશિયમ ક્લોરાઇડના પેકેજિંગમાં ₹2000 માં ભાવનગરના જયરાજ નામના શખ્સને વેચતો હતો. અત્યાર સુધી ખાતર કૌભાંડી હેમંત પાનવાલાએ 1500 થી 2000 ખાતરની બોરીઓ ખરીદી હોવાની કેફિયત વ્યક્ત કરી છે. ગુણ સંદર્ભે નબીપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ મામલે ખાતર ખરીદનાર ઉદ્યોગોની પણ ધરપકડ થઈ શકે છે.

Published on: Feb 22, 2023 06:37 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">