AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રવેશોત્સવ મોકૂફ રખાયો, અન્ય જિલ્લાઓમાં 3 ને બદલે 2 દિવસ યોજાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 6:33 PM
Share

Biparjoy Cyclone Update: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ચક્રવાતના સંભવિત જોખમને ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

 

બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્યના છ જિલ્લાઓમાં પ્રવેશોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજયના મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં મળેલી બેઠક દરમિયાન આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ચક્રાવાતની સંભાવનાઓને લઈ રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં પ્રવેશોત્સવ હાલમાં માત્ર ત્રણના બદલે 2 દિવસ જ યોજવામાં આવશે. એટલે કે સોમવાર અને મંગળવાર એમ બે દિવસનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવશે.

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારના જિલ્લાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ જિલ્લાઓમાં પ્રવેશોત્સવ મોકૂફ રાખવામાં આવ્યા છે. કેટલાક દરિયાકાંઠા વિસ્તારોમાં શાળાઓમાં પણ રજાઓ આપવામાં આવી છે. આમ હવે ચક્રવાતને લઈ રાજ્ય સરકારે અગમચેતીના ભાગરુપે નિર્ણય કર્યો છે.

 

આ પણ વાંચોઃ  PM મોદીએ દુનિયાના સુંદર ટાપુ પર ખેતીને વિક્સાવવાના ગુજરાતીના પ્રયાસને ખૂબ વખાણ્યો, કહ્યુ-સુંદર પરિણામ!

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 11, 2023 06:26 PM
g clip-path="url(#clip0_868_265)">