જુનાગઢમાં છેલ્લા બે દિવસમાં પડેલા અવિરત વરસાદે ભારે તારાજી સર્જી છે. જિલ્લાના ઘેડ પંથકમાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. ઘેડ પંથકમાં ખેતીનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે. 1 હજાર એકરનો પાક ધોવાયો છે અને 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના જણાવ્યા મુજબ કોંગ્રેસના સિનિયર આગેવાનો પૂરથી અસરગ્રસ્ત આ ઘેડ વિસ્તારની મુલાકાત લેશે અને નુકસાનીની સમીક્ષા કરશે. કોંગ્રેસના સિનિયર આગેવાનોમાં માજી પ્રદેશ પ્રમુખ, સિનિયર નેતાઓ અને ધારાસભ્યો ઘેડ પંથક જશે. જિલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો પણ સાથે રહેશે. સમીક્ષા બાદ આગેવાનોની ટીમ સરકાર સમક્ષ મદદની રજૂઆત કરશે.
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકનું ફુલરામ ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયુ છે. આ ગામથી ઓસા તરફ જવાનો માર્ગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ગામલોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ફૂલરામ ગામે કેડ સમા પાણીમાં લોકો જીવનાં જોખમે મુસાફરી કરી રહ્યા છે. ગ્રામજનો ઘરવખરી લેવા માટે કેડ સમા પાણીમાં જીવનાં જોખમે મુસાફરી કરી રહ્યા છે.
આ પણ વાંચો : Monsoon 2023: પોરબંદરના માધવપુરમાં ઘોડાપૂર, ઘેડની મધુવંતી નદીમાં પૂર આવ્યું
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:28 am, Tue, 4 July 23