Gujarat Video: સૌરાષ્ટ્રને પણ વંદે ભારત ટ્રેનની સુવિધા આપવાની ઉઠી માગ, સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે મંત્રીને લખ્યો પત્ર

|

Feb 12, 2023 | 10:00 PM

Rajkot: ગુજરાતમાં હાલ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રને પણ વંદે ભારત ટ્રેનની સુવિધા આપવાની માગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની માગ કરી છે.

હવે સૌરાષ્ટ્રને પણ વંદે ભારત ટ્રેનની સુવિધા આપવા માગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માગ કરી છે. સાંસદે આ માટે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર પણ લખ્યો છે. સાંસદ રામ મોકરીયાએ જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવાય તો સૌરાષ્ટ્રના યાત્રિકોને લાભ થશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લખ્યો પત્ર

સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં વંદે ભારત ટ્રેનને લંબાવવાની માગ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવાથી સૌરાષ્ટ્રને ઘણો લાભ થશે.

ગાંધીનગર- અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પ્રથમ પસંદ બની છે. આ ટ્રેન શરૂ થઈ ત્યારથી હાઉસફૂલ જઈ રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 70થી 110 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનમાં રોજનું સરેરાશ 200 વેઈટિંગ હોય છે. આના પરથી લાગી રહ્યું છે કે લોકોમાં શતાબ્દી કરતા પણ વધારે વંદે ભારત ટ્રેનનો ક્રેઝ છે.

Jaggery : ગોળ સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ? અહીંયા જાણો
GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?

આ પણ વાંચો: Vande Bharat Train: મુસાફરો માટે આનંદના સમાચાર, હવે વંદે ભારત ટ્રેનમાં મળશે સ્લીપર કોચની સુવિધા, વાંચો આ અહેવાલ

વંદે ભારતની વિશેષતાની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન દેશમાં જ વિકસિત કરવામાં આવેલી ‘KAVACH’ ટેક્નીકથી સજ્જ પહેલી ટ્રેન છે. જે GSM / GPRS, ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર જેવી સુવિધાઓ અને 0 થી 100 કિમી સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરનારી ટ્રેન છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે.

 

Next Article