Gujarat Video: રાજ્યના મોટાભાગના શહેરોના રસ્તા ખરાબ, ભંગાર માર્ગને લઈ પાંચ વર્ષમાં 466 લોકોએ જીવ ગુમાવ્યા!
વરસાદ થોડો આફત મોટી:રાજ્યના મોટા ભાગના શહેરોના લોકો ખરાબ રસ્તાઓને લઈ પરેશાન છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટ શહેરમાં રસ્તાઓ ખરાબ થઈ જવાને લઈ લોકો પરેશાન છે.
વરસાદ થોડો આફત મોટી:રાજ્યના મોટા ભાગના શહેરોના લોકો ખરાબ રસ્તાઓને લઈ પરેશાન છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટ શહેરમાં રસ્તાઓ ખરાબ થઈ જવાને લઈ પરેશાન છે. થોડાક વરસાદમાં જ રસ્તાઓ ખરાબ થઈ જાય છે. પુલ પણ બેસી જવાના સમાચાર આવતા હોય છે. ખરાબ રસ્તાઓને લઈ છેલ્લા પાંચ વર્ષમાં 466 લોકોએ જીવ ગુમાવ્યા છે. વાહન ચાલકોને કમર અને કરોડરજ્જુની સમસ્યા થઈ રહ્યા છે. અમદાવાદમાં ભૂવાએ અડધી સદી વટાવી છે. જેમાં 40 ટકા ભૂવાઓના સમારકામની કામગીરી બાકી છે. રાજ્યમાં 170 થી વધુ રોડ વરસાદમાં ધોવાઈ ગઈ છે.
રાજકોટની વાત કરવામાં આવે તો, શહેરના રસ્તાઓ ગામડાને પણ ટપી જાય એટલી હદે ખરાબ છે. કહેવામાં સ્માર્ટ સીટી કહેવાય છે પરંતુ વાસ્તવિકતા રસ્તાઓની અત્યંત ખરાબ છે. રાજકોટમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત ભંગાર બની છે અને જેને લઈ સ્થાનિકો પરેશાન બન્યા છે. રાજકોટમાં લોકો પરેશાન બન્યા છે અને તેના સમારકામમાં જાણે કે તંત્ર નબળુ રહ્યુ છે.