Gujarat Video: પ્રેમના દુશ્મન : અમરેલીમાં પ્રેમ લગ્નનું મનદુ:ખ રાખી યુવતીના પરિવારજનોએ યુવકને માર્યો માર
Amreli: અમરેલીના વડિયામાં પ્રેમલગ્નની અદાવત રાખી યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. વડીયાના રામપુર તોરી ગામે બે મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવકને દુકાનમાંથી બહાર કાઢી જાહેરમાં લાકડીના ફટકા મારી માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
અમરેલીમાં વડિયામાં પ્રેમના દુશ્મનોએ પ્રેમ લગ્ન કરી લેનાર યુગલને બે મહિના બાદ અલગ કરી નાખ્યુ છે. વડિયાના રામપુર તોરી ગામે બે મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવકને યુવતીના પરિજનોએ માર માર્યો. બે મહિના પહેલ યુવકે યુવતી સાથેપપ પ્રેમ લગ્ન કર્યા હતા. આ વાતની અદાવત રાખી યુવતીના પરિજનોએ યુવક જ્યારે તેની દુકાન પર બેઠો હતો ત્યારે દુકાનમાંથી બહાર કાઢી જાહેરમાં લાકડીના ફટકા માર્યા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ પણ વાંચો: Amreli: સિંહણ અને દીપડાનો આતંક, બે બાળકોને દબોચી લીધા, જુઓ Video
યુવકના માર માર્યા બાદ યુવતીના પરિજનો યુવતીને પણ કારમાં લઈને ફરાર થઈ ગયા હતા. પ્રેમલગ્નના બે મહિના બાદ યુવક યુવતીને પરિવારજનોએ અલગ કરી દીધા. ભોગ બનનાર યુવકે 4 શખ્સો સામે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે CCTVના આધારે આરોપીઓને પકડી લેવા તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…