Bhavnagar: શ્રાવણમાં દેવાધિદેવ મહાદેવની આરાધનાનું આગવું મહત્વ છે. એમાં પણ ભાવનગરના નિષ્કલંગ મહાદેવના દર્શને તો જાણે ભક્તોનું કીડિયારું ઉભરાય છે.. અહીંનું શિવલિંગ સમુદ્રનું પાણી આવે ત્યારે ડૂબી જાય છે, અને ઓટ આવે ત્યારે દોઢ કિલોમીટર સુધી સમુદ્રમાં જઈને સ્નાન કરી ભોળેનાથના દર્શન થાય છે. ત્યારે ભાદરવી અમાસે અહીં ભવ્ય મેળો પણ ભરાય છે. મેળામાં 3થી 5 લાખ શ્રદ્ધાળુંઓ દર્શન કરે છે. ભક્તોની ભારે ભીડને જોતા પોલીસ પણ સતત ખડેપગે રહે છે.
દર વર્ષની જેમ પ્રધાન પુરુષોત્તમ સોલંકી મહાપ્રસાદનું આયોજન કરે છે. અહીં પોલીસની તકેદારી સાથે શ્રદ્ધાળુંઓની સુવિધાનું પણ ધ્યાન રખાય છે. એસટી વિભાગે વધારાની બસ પણ ફાળવી છે. આ સાથે મરીન પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ હાથ ધરાય છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો