ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી

|

Apr 27, 2022 | 11:34 PM

ગુજરાત યુનિવર્સિટીના(Gujarat University) સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસરો ડૉ. રંજન ગોહિલ સામે ખાતાકીય તપાસ ચાલતી હોવાથી યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતા આવ્યા હતા. જો કે બીજી તરફ રંજન ગોહિલે કહ્યું કે હું પ્રવેશબંધીનો લેટર લેવા આવી હતી.,

ગુજરાત યુનિવર્સિટીના(Gujarat University) સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પ્રોફેસર ડૉ. રંજન ગોહિલે(Ranjan Gohil) સમાજવિદ્યા ભવનના કો-ઓર્ડિનેટર વિપુલ પટેલ, શાદાબ કાદરી અને વિદ્યાર્થી ચિરાગ કલાલે મળીને માર્યાનો(Attack) આક્ષેપ કર્યો. આ મહિલા પ્રોફેસરે ત્રણેય પર છેડતી કરીને માર માર્યાનો આક્ષેપ કર્યો. તો બીજી તરફ વિદ્યાર્થી ચિરાગ કલાલે કહ્યું કે મહિલા પ્રોફેસરે મને માર માર્યો છે. જેમાં ચિરાગ કલાલ ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં લઈ જવાયો છે. આ મારામારી મુદ્દે વિપુલ પટેલે કહ્યું કે ડૉ. રંજન ગોહિલ સામે ખાતાકીય તપાસ ચાલતી હોવાથી યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતા આવ્યા હતા. જો કે બીજી તરફ રંજન ગોહિલે કહ્યું કે હું પ્રવેશબંધીનો લેટર લેવા આવી હતી., આમ બંને પક્ષકારોએ સામ-સામે માર માર્યાના આક્ષેપ કર્યા છે. ત્યારે યોગ્ય તપાસ બાદ જ કોણ સાચું તે સ્પષ્ટ થશે.

આમ બંને પક્ષકારોએ સામ-સામે માર માર્યાના આક્ષેપ કર્યા છે. હુમલાનો વધુ એક ભોગ ચિરાગ ખટિક બન્યો છે. જેણે દાવો કર્યો છેકે પ્રોફેસર રંજન ગોહિલની પીએચડીની ડિગ્રી અયોગ્ય છે..તેમજ આ બાબતે RTIમાં પણ માહિતી મળી હતી..જે મામલે રંજન ગોહિલ અને ચિરાગ વચ્ચે માથાકૂટ થઈ હતી.

આ પણ વાંચો :  Surat : સુરત હાઇવે પર ટ્રાફિક અને અકસ્માત નિવારણ માટે બેઠક યોજાઇ, ટ્રાફિક નિયમન માટે પ્રેઝન્ટેશન કરાયું

આ પણ વાંચો :  Ahmedabad: સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીની પારાયણને લઈ જનતામાં રોષ, શહેરી વિસ્તારમાં પાણીની અનિયમિતતા દુર કરવા માગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:25 pm, Wed, 27 April 22

Next Video