બગીચામાં મજાર, વિરોધના એંધાણ: અમદાવાદમાં બગીચામાં બાંધેલી મજારને લઈને હિન્દુ જાગરણ મંચે આપી આ ચીમકી

Ahmedabad: ઉસ્માનપુરાના એક બગીચાના વોક-વે પર બાંધેલી મજારને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. આ બાબતે હિન્દુ જાગરણ મંચે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 30, 2021 | 8:28 AM

Ahmedabad: અમદાવાદના ઉસ્માનપુરા (Usmanpura) બગીચામાં ગેરકાયદે મજાર બાંધી હોવાના આરોપ સાથે હિન્દુ જાગરણ મંચે વિરોધ નોંધાવ્યો છે. બગીચામાં વોક-વે પર મજાર (Majar in Gardan) બનાવી દેવાઈ છે જેને લઈને મોટી સંખ્યામાં હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ એકઠાં થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે તેમણે મેયરને આવેદન પત્ર પણ આપ્યો હતો. જેને લઈને મેયરે 7 દિવસમાં દરગાહ બાબતે કોઈપણ નિર્ણય લેવાની ખાતરી આપી છે.

જો કે, બીજી તરફ હિન્દુ જાગરણ મંચે ચીમકી ઉચ્ચારી છે કે, આગામી દિવસમાં દરગાહ હટાવવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. જણાવી દઈએ કે બગીચાના રસ્તા વચ્ચે મજારની તસ્વીરો સામે આવી રહી છે. ત્યારે લોકોનું કહેવું છે કે રસ્તા વચ્ચે મજારના કારણે બગીચામાં અવર-જવર કરતા લોકોને તકલીફ પડે છે. જ્યારે આ બાબતે હવે હિન્દુ જાગરણ મંચ વિરોધ કરવાના મૂડમાં છે.

આ મુદ્દે હિન્દુ જાગરણ મચં દ્રારા મેયરને અરજી આપવામાં આવી છે. ત્યારે હિન્દુ જાગરણ મંચનું કહેવું છે કે જો હવે આ બાબતે નિરાકરણ નહીં આવે. અને આગામી દિવસોમાં દરગાહ હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Omicron variant: ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે રોગપ્રતિકારક શક્તિ બની રહી હોવાનો રિસર્ચમા ખુલાસો !

આ પણ વાંચો: Booster Dose: કોવિશીલ્ડ વેક્સિન લેનાર માટે ‘કોવોવૈક્સ’ વેક્સિન બુસ્ટર ડોઝ તરીકે છે વધુ સારી, જાણો વધુ વિગત

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati