શંકરસિંહ વાઘેલાના આદિવાસીઓને બિન-હિન્દુ ગણાવતા નિવેદનથી ગુજરાતમાં રાજકીય ગરમાવો
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ગુજરાતમાં આદિવાસી ઓળખનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તેમણે આદિવાસીઓને હિન્દુ નહીં, પરંતુ અલગ ઓળખ જાળવી રાખવા અને વસ્તી ગણતરીમાં આદિવાસી તરીકે નોંધણી કરાવવા અપીલ કરી છે.
ગુજરાતમાં આદિવાસી ઓળખ અને હિન્દુત્વને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોરવા હડફના મોરા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે આદિવાસી સમાજને સંબોધતા કહ્યું કે “તમે હિંદુ નથી, આદિવાસી છો.” તેમણે આદિવાસીઓને પોતાની અલગ ઓળખ જાળવી રાખવા અને વસ્તી ગણતરી દરમિયાન પોતાની ઓળખ આદિવાસી તરીકે નોંધાવવાની અપીલ કરી હતી. વાઘેલાના મતે, હિન્દુ તરીકેની ઓળખ આપવાથી આદિવાસીઓને મળતા બંધારણીય લાભો પર અસર થઈ શકે છે કારણ કે તેમને હિન્દુ કાયદો લાગુ પડતો નથી.
આ નિવેદન બાદ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે વાઘેલાના નિવેદનને “હિન્દુઓમાં ભાગલા પાડનારું” ગણાવ્યું અને આક્ષેપ કર્યો કે આદિવાસી સમાજ હિન્દુ સમાજનું અવિભાજ્ય અંગ છે. મહેતાએ આવા પ્રચારને હિન્દુઓની એકતા તોડવાનું ષડયંત્ર ગણાવ્યું. બંને નેતાઓના નિવેદનોથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઓળખનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
સાબરમાં બાબુરાજ! સાબર ડેરીના વહીવટ સામે ગંભીર સવાલો! કાચા માલની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ, જુઓ પુરાવા
