આજનું હવામાન : ભર ઉનાળે ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું, જુઓ Video

આજનું હવામાન : ભર ઉનાળે ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું, જુઓ Video

| Updated on: May 05, 2025 | 8:12 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 મે સુધી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે. રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 મે સુધી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે. રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ 40 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતી કાલે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે. 7 અને 8 મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?

ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર,ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ,દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે.

6 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો