Gujarat : પાકિસ્તાનથી સ્થળાંતરિત હિંદુઓને તકલીફ ન પડે તે માટે રાજય સરકાર કટિબદ્ધ, વિવિધ સવલતો આપવાનો સમીક્ષા બેઠકમાં લેવાયો નિર્ણય

|

Aug 25, 2021 | 8:00 AM

લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો છે

Gujarat : પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે એ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આવા સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોને ગુજરાતમાં રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.

લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો છે તેમ પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સમીક્ષા બેઠકમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

તેમણે વધુમાં કહ્યુ કે, સીએમ રૂપાણીએ પાકિસ્તાનથી સ્થળાંતરિત થતા હિન્દુઓને ગુજરાતમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સધન કાર્યવાહી કરીને સુવિધાઓ પુરી પાડી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ અંગેનું બિલ સંસદમાં રજૂ કર્યો હતો.

જે સંસદના બંને ગૃહોમાં પસાર કરાયો હતો. આ નાગરિકતા સુધારા કાયદો–CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં 1947થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સ્થળાંતરિત થઇને આવેલા હિન્દુ નાગરિકોના અસ્તિત્વ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો : Gujarat : પાછલા 24 કલાકમાં કોરોનાના નોંધાયા માત્ર 14 કેસ, મૃત્યુઆંક શૂન્ય

આ પણ વાંચો : Surendranagar : સિંચાઇનું પાણી આપવા ખેડૂતોની માગ, જિલ્લામાં મોટાભાગના ડેમમાં પાણીની સ્થિતિ ચિંતાજનક

Next Video