ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાવાને કારણે ઠંડીનું જોર વધ્યુ, નલિયા 4.9 ડિગ્રી સાથે ઠુંઠવાયુ

|

Dec 24, 2022 | 9:49 AM

રાજ્યમાં બે દિવસમાં 5 ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો (Cold) ચમકારો વધ્યો છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો 4.9 ડિગ્રી પહોંચતા લોકો ઠુંઠવાયા હતા.

રાજ્યમાં ઠંડીનું જોર દિવસે દિવસે વધી રહ્યુ છે અને સવાર સાંજ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ નલિયા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાશે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજયમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 4.9 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડયો છે.

રાજ્યભરમાં વધ્યુ ઠંડીનું જોર

રાજ્યમાં બે દિવસમાં 5 ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો 4.9 ડિગ્રી પહોંચતા લોકો ઠુંઠવાયા હતા. ડીસામાં 11.5, કંડલામાં 12.1, ભૂજમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો બીજી તરફ અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડે તેવી શકયતા છે. આજે સાંજે પણ નલિયામાં તાપમાન 11 ડિગ્રી સુધી ગગડે તેવી શકયતા છે.

થોડા દિવસ પહેલા માવઠુ થયુ હતુ

મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે તે પહેલા આકરી ગરમીનો અનુભવ થયો હતો અને કેટલાક સ્થાનો ઉપર માવઠું પણ થયું હતું . જોકે છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યો છે. ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે અને રાત્રિનું તાપમાન (temperature) મોટા ભાગના જિલ્લામાં ગગડયું છે ત્યારે ગાંધીનગર, મોરબી, અમદાવાદ સહિતના જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 11થી 14 ડિગ્રી સુધી ગગડે તેવી શકયતા છે.

 

Next Video