Monsoon 2022: ગુજરાતમાં સીઝનનો 100 ટકા વરસાદ ખાબક્યો, સૌથી વધુ કચ્છમાં 155 ટકા વરસાદ, હજુ પણ ભારે વરસાદની આગાહી

|

Aug 24, 2022 | 9:25 AM

અત્યાર સુધીમાં રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ (Rain) નોંધાયો છે. આ સીઝનમાં સૌથી વધુ કચ્છમાં (Kutch) 155.36 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

આ વર્ષે ચોમાસાના (monsoon 2022) વરસાદે ગુજરાતમાં રંગ જમાવ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ (Rain) ખાબકી ચુક્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ સીઝનમાં સૌથી વધુ કચ્છમાં (Kutch) 155.36 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ સીઝનનો 107.47 વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ થયો છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદી નોંધાવાની શક્યતા રહેલી છે.

148 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

છેલ્લા 24 કલાકમાં એટલે કે 23 ઓગસ્ટ સવારે 6 કલાકથી 24 ઓગસ્ટ સવારે 6 કલાક સુધી વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં 148 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 32 તાલુકામાં બે ઇંચથી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહેસાણામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. મોરબીમાં 5.5 ઇંચ, બહુચરાજી અને રાધનપુરમાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વિસનગર અને ઇડરમાં 4.5-4.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘમહેરની આગાહી કરી છે.જેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં  મહીસાગર, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં  વરસાદ થવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની શક્યતા છે.વરસાદની (Rain) સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. હાલ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Next Video