Gujarat Rain: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો, જુઓ Video

|

Aug 20, 2023 | 2:48 PM

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. કાંકરેજ તાલુકાના આકોલી, શિહારી, કુવારવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.

 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. કાંકરેજ તાલુકાના આકોલી, શિહારી, કુવારવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. અન્ય કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જામવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન જ વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોને સૌથી વધારે પાક મુરઝાવાની ચિંતા સતાવી રહી છે, આ દરમિયાન વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. રવિવારે રાજ્યના અનેક હિસ્સાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ત્રણ દિવસ મેઘ મહેર જોવા મળી શકે છે.

 

આ પણ વાંચોઃ  Breaking News: સાઠંબામાં 4 વર્ષની માસુમ પર 68 વર્ષના ફુવાએ દુષ્કર્મ આચર્યુ, બાળકીની સ્થિતિ ગંભીર

 

 બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video