Monsoon 2022: ધરોઈ ડેમના દરવાજા ખોલાતાં નદીમાં પાણીની પુષ્કળ આવક, ઈડરના સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ સાબરમતી નદીમાં ડૂબ્યું

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. 24 કલાક એટલે કે 23 ઓગસ્ટ સવારે 6 કલાકથી 24 ઓગસ્ટ સવારે 6 કલાક સુધીમાં ઈડરમાં સવા ચાર ઈંચ, પોશીનામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 10:02 AM

હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સાબરકાંઠામાં વરસાદ બાદ નદી-નાળા છલકાયા છે. ધરોઇ ડેમમાં પણ પાણીની આવક વધી છે. હાથમતી ડેમ પણ 100 ટકા ભરાઇ ગયો છે. જેના પગલે બંને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. 24 કલાક એટલે કે 23 ઓગસ્ટ સવારે 6 કલાકથી 24 ઓગસ્ટ સવારે 6 કલાક સુધીમાં ઈડરમાં સવા ચાર ઈંચ, પોશીનામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. હિંમતનગરમાં ત્રણ ઇંચ, પ્રાંતિજમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. વિજયનગરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મા, તલોદ અને વડાલીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે.

બીજી તરફ સાબરકાંઠાના ઈડરના સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ સાબરમતી નદીમાં ડૂબ્યું છે. ધરોઈ ડેમના દરવાજા ખોલાતાં નદીમાં પાણીની આવક વધી છે. જેના પગલે ડેમમાંથી 66 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પછી સપ્તેશ્વર મંદિરના ગર્ભગૃહ ઉપર થઈને પાણી વહેવા લાગ્યું છે. હાથમતી ડેમ 100 ટકા ભરાતાં ઓવરફ્લો થયો છે. ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

મહત્વનું છે કે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘમહેરની આગાહી કરી છે.જેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની શક્યતા છે.વરસાદની (Rain) સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">