Rain Update: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, 20 તાલુકામાં 2 ઈંચથી લઈને 5.5 ઈંચ વરસાદ

| Edited By: | Updated on: Jul 16, 2022 | 10:11 AM

24 કલાક દરમિયાન 20 તાલુકામાં 2 ઈંચથી લઈને 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે.

ગુજરાતમાં (Gujarat) તોફાની બેટિંગ બાદ અંતે મેઘરાજા (Monsoon 2022) હવે થોડા શાંત થયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાક દરમિયાન 20 તાલુકામાં 2 ઈંચથી લઈને 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વલસાડમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ નવસારીમાં ઠેર ઠેર ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. જેથી સફાઈ કામગીરી પૂરજોશમાં છે. નવસારીમાં એક પૂલ પણ તૂટ્યો છે. ભારે વરસાદે તારાજી સર્જી દીધી છે. જો કે હવે વરસાદનું જોર ઘટતા લોકોએ રાહત અનુભવી છે.

20 તાલુકામાં 5.5 ઈંચ સુધીનો વરસાદ

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો 20 તાલુકામાં 2 ઈંચથી લઈને 5.5 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય કપરાડામાં 5 ઇંચ, ચીખલી અને ખેરગામમાં 4-4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપી અને તાલાલામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં 3 ઇંચ, તાલાળામાં 3 ઇંચ, ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

પારડીમાં 2.5 ઇંચ, ગણદેવીમાં 2.5 ઇંચ, થાનગઢમાં 2.5 ઇંચ, વલસાડમાં 2.5 ઇંચ, વઘઈમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સતલાસણામાં 2.5, મોડાસામાં 2 ઇંચ, વેરાવળમાં 2 ઇંચ, છોટાઉદેપુરમાં 2 ઇંચ, માતરમાં 2 ઇંચ, લખપતમાં 2 ઇંચ, વાંસદામાં 2 ઇંચ, સાયલામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

તમામ જિલ્લા રેડ એલર્ટ પરથી હટાવાયા

જો કે હવે રાજ્યમાં વરસાદથી રાહત મળશે. ગુજરાતમાં માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પર એક પણ જિલ્લો ન હોવાથી બચાવ કામગીરીમાં પણ તંત્રને રાહત મળશે.

Published on: Jul 16, 2022 09:51 AM