Rain update: ગુજરાતમાં સીઝનનો 74 ટકા વરસાદ ખાબક્યો, સૌથી વધુ કચ્છમાં સરેરાશ 121 ટકા વરસાદ

| Edited By: | Updated on: Aug 06, 2022 | 9:25 AM

સૌથી વધુ સુરેન્દ્રનગરના (Surendranagar) વઢવાણમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધ્રાંગધ્રામાં 4 ઈંચથી વધારે વરસાદ (Rain) વરસ્યો છે.

રાજ્યભરમાં વરસાદી (Monsoon 2022) માહોલ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ (Rain) વરસ્યો છે. 60થી વધુ તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સુરેન્દ્રનગરના (Surendranagar) વઢવાણમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધ્રાંગધ્રામાં વરસ્યો 4 ઈંચથી વરસાદ વધારે છે. બોટાદ, ગઢડા અને ઉનામાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો સુરત, ખેડાના મહુધા, ભાવનગરના મહુવામાં પણ 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસ્યો છે.

સીઝનનો 74 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે બે કલાકમાં રાજકોટના જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરના ઉમરાળામાં બે કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. તો રાજકોટના જામકંડોરણામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. હળવદ, વલ્લભીપુર, જામજોધપુરમાં પણ સવારે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 74 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 121 ટકા વરસાદ વરસી ચુક્યો છે.તો દક્ષિણ ગુજરાતમાં 86 ટકા વરસાદ વરસ્યો છે.

ચાર દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાત પર મેઘરાજાની કૃપા વરસશે. તેમાં પણ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 અને 9 તારીખે ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં સોમવારથી ભારે વરસાદની આગાહી છે.

48 કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા અને છૂટોછવાયો વરસાદ રહેશે. 8 ઓગષ્ટે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેમા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.