અષાઢી બીજે પવનના સૂસવાટા સાથે ‘ધોધમાર વરસાદ’, અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક – જુઓ Video

અષાઢી બીજે પવનના સૂસવાટા સાથે ‘ધોધમાર વરસાદ’, અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક – જુઓ Video

| Updated on: Jul 16, 2026 | 2:16 PM

અષાઢી બીજના પાવન પર્વે લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ગરમી અને અકળાવનારા બફારા વચ્ચે પવનના સૂસવાટા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. સાથે જ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદનું આગમન થયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે જ પવનના સૂસવાટા સાથે મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા, અમરેલી અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા અસહ્ય બફારા અને ગરમી બાદ વરસાદ આવતા સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. ખાસ વાત એ છે કે, આ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વડેરા અને રંગપુર સહિતના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

આ ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખૂબ જ રાહ જોયા બાદ વરસતા આ વરસાદથી ધરતીપુત્રો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Breaking News: આફ્રિકામાં 45 કરોડની તોતિંગ ખંડણી ચૂકવ્યા બાદ આખરે મુક્ત થયા સુરતના હીરા વેપારી, 3 મહિના સુધી રખાયા હતા બંધક

Follow Us