જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદને લઈ જૂનાગઢ શહેરમાં અનેક રસ્તાઓ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો હતો. અનેક વિસ્તારોમાં વાહનો અને લોકો પણ તણાતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂર આવવાને લઈ સ્થિતી ગંભીર બની હતી. જૂનાગઢમાં જળતાંડવ જેવી સ્થિતી જોવા મળી હતી.
વરસાદે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ હોય એવા હાલ જોવા મળ્યા હતા. ફસાયેલા લોકોને બહાર નિકાળવા માટે એનડીઆરએફની ટીમની મદદ લેવમાં આવી છે. રસ્તાઓ બંધ કરવાની સ્થિતી સર્જાઈ હતી. જૂનાગઢ શહેરમાં જ ચારે તરફ નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતી અંગે સતત નજર રાખી રહ્યા છે.