Gujarat Rain: બાયડમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, 200 લોકોને NDRF એ રેસક્યુ કરી બહાર નિકાળ્યા, જુઓ Video

|

Sep 18, 2023 | 5:43 PM

અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ બાયડ વિસ્તારમાં અનેક નિચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. નિચાણવાળા રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને લઈ લોકો હાલાકીમાં મુકાયા હતા. નદી અને તળાવના પાણીને લઈ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

આ પણ વાંચોઃ Monsoon 2023: બાયડ અને ધનસુરામાં 8 ઈંચ, મેઘરજમાં સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો, બાયડમાં પાણી ભરાતા 15 લોકોનુ રેસક્યુ કરાયુ

બાયડમાં આવેલી શ્રીનાથ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાને લઈ સમસ્યા સર્જાઈ હતી. લોકોને પાણી ભરાયેલા વિસ્તારમાંથી સહી સલામત રીતે એનડીઆરએફ ટીમના જવાનોએ બહાર નિકાળ્યા હતા. લગભગ 200 જેટલા લોકોને પાણીમાં ફસાયેલી સ્થિતિમાંથી બહાર નિકાળીને સલામત સ્થળે ખસેડ્યા હતા. ગઈ રાત્રે પણ મોડાસા નગર પાલિકા દ્વારા 15 લોકોને રેસક્યુ કરવામાં આવ્યા હતા.

અરવલ્લી સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:42 pm, Mon, 18 September 23

Next Video