આજનું હવામાન : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ, જુઓ Video

|

Jun 25, 2024 | 9:49 AM

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના આ 3 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધમરોળે તેવી શક્યતાઓ છે.આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગાના જણાવ્યા અનુસાર આજે જામનગર, દેવભૂમિ દ્વારકા, અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.તાપી, સાબરકાંઠા, પોરબંદર, મહીસાગર, ખેડા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભરુચ, ભાવનગર, ગાંધીનગર, નર્મદા, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:16 am, Tue, 25 June 24

Next Video