Video – ગાંધીધામ પોલીસે પકડેલા કોકેઈન મામલે હર્ષ સંઘવીએ પોલીસની કરી પ્રશંસા, કહ્યું અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે

|

Sep 28, 2023 | 9:51 PM

ગાંધીધામ પોલીસે પકડેલા કોકેઈન મામલે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ સંઘવીએ કહ્યું ગાંધીધામ પોલીસે 80 કિલો કોકેઈન પકડ્યું. એફએસએલ રિપોર્ટમાં પણ કોકેઈન હોવાનો ખુલાસો થયો. આ 80 કિલો કોકેઈનની કિંમત 800 કરોડ રૂપિયા ગણવામાં આવે છે. આ બાબતે સંઘવીએ હું ગાંધીધામ પોલીસને અભિનંદન આપું છું. તેમણે કહ્યું વર્ષો વર્ષમાં પંજાબ અને મહારાષ્ટ્રએ જેટલું ડ્રગ્સ નથી પકડ્યું એટલું ગુજરાત પોલીસે બે મહિનામાં પકડ્યું છે.

ગુજરાતના દરિયા કિનારેથી વધુ એકવાર ડ્રગ્સની મસમોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસે 800 કરોડથી પણ વધુની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડ્યું છે. કચ્છની ગાંધીધામ પોલીસ, LCB અને SOGની ટીમે દરિયા કિનારાના ખાડી વિસ્તારમાંથી સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. FSLની પ્રાથમિક તપાસમાં પકડાયેલો પદાર્થ કોકેઈન હોવાનું સામે આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલો ડ્રગ્સની 10 કરોડ રૂપિયા જેટલી કિંમત છે. ડ્રગ્સ કોણે મંગાવ્યું અને ક્યાંથી આવ્યું તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : દરિયાઈ પ્રવૃત્તિઓ અને શિપિંગ દ્વારા પર્યાવરણને થતા નુકસાન વિશે સભાન કરશે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન

ક્યારે ક્યારે ઝડપાયું ડ્રગ્સ ?

  • 14 મેના રોજ જામનગરમાં 2,500 કિલો ડ્રગ્સ જપ્ત
  • 13 મેના રોજ રાજકોટમાં 30 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું
  • 29 મેએ પીપાવાવ પોર્ટથી 450 કરોડનું 90 કિલો ડ્રગ્સ
  • 14 નવે. 2021એ મોરબીથી 600 કરોડનું 120 કિલો ડ્રગ્સ
  • 09 નવે. 2021એ દ્વારકાના સલાયામાંથી 315 કરોડનું 63 કિલો ડ્રગ્સ
  • 15 સપ્ટે. 2021ના રોજ મુન્દ્રા પોર્ટથી 3 હજાર કિલો હેરોઈન જપ્ત
  • 6 જાન્યુ 2021એ જખૌ પાસેથી 175 કરોડનું 36 કિલો હેરોઈન જપ્ત

મહાત્વનું છે કે 2022 માં આશરે 3600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 2021 માં 26 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 2020 માં 177 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 2019 માં 527 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 2018 માં 14.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:50 pm, Thu, 28 September 23

Next Video