મહેસાણા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, ચોમાસું મોડું થતાં વાવણીના આયોજન ખોરવાયા- Video
મહેસાણા પંથકમાં ચોમાસું મોડું થતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદ ખેંચાતા કપાસ, બાજરી, કઠોળ જેવા પાકોની વાવણીના આયોજન ખોરવાયા છે. કેનાલોમાં પાણી ન છોડાતા અને ટ્યુબવેલ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે. સરકાર તાત્કાલિક કેનાલનું પાણી છોડે તેવી માંગ કરી રહ્યા છે.
મહેસાણા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બની છે. ચોમાસુ મોડુ થતા વાવણીના આયોજન ખોરવાયા છે. સ્થાનિક કેનાલોમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં વ્યાપક રોષ છે. કપાસ, બાજરી અને કઠોળ જેવા પાકોની વાવણી અટકી છે. 1200 ફુટ ઉંડા ટ્યુબવેલ પણ બંધ હાલતમાં છે. એકમાત્ર આશરો કેનાલનું પાણી છે. સરકાર તાત્કાલિક કેનાલમાં પાણી છોડે તેવી ખેડૂતો ઉગ સૂરે માગ કરી રહ્યા છે.
હાલ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં જ અટકી ગયુ છે. સમયસર વરસાદ ન થવાને લીધે ખેડૂતો વાવણી કરી શક્યા નથી. સામાન્ય રીતે આ સમયગાળામાં બાજરી, કઠોળ અને મગ જેવા પાકોનું વાવેતર થઈ જતુ હોય છે પરંતુ આ વખતે ખેડૂતોનું ચોમાસુ પાકનું આખુ આયોજન જ ખોરવાયુ છે. એક તરફ ભૂગર્ભ જળના સ્તર નીચે જવાથી ટ્યુબવેલ પણ ખેડૂતોને સાથ નથી આપી રહ્યા. તો બીજી તરફ માઈનોર કેનાલોમાં પણ પાણી ન છોડાતા ખેડૂતોની મુશ્કેલી બેવડાઈ છે. ખેડૂતો તાત્કાલિક કેનાલનું પાણી છોડવા માગ કરી રહ્યા છે. જેથી કપાસ, મરચાં અને અન્ય પાકોની વાવણી શરૂ કરી શકાય.
હાલ ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. અલનિનોની અસરને પગલે આ વખતે નબળા ચોમાસાના ભણકારા વાગી રહ્યા છે તેમા શરૂઆતમાં જ આ રીતે વરસાદ ખેંચાયો છે જેને લઈને ધરતી પુત્રોની ચિંતા બેવડાઈ ગઈ છે. ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતોને વાવેતર કરવુ કે ન કરવુ તે મૂંઝવણ પણ વધી છે.
