Dang : કેન્દ્રની સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર ! કોંગ્રેસના ધારાસભ્યે લગાવ્યા ગંભીર આરોપ

|

May 12, 2022 | 9:13 AM

આ પહેલા પણ અનેક વખત ડાંગ (Dang) જિલ્લામાં કેન્દ્ર સરકારની સિંચાઈ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલ કૂવાઓમાં ઈજારદાર દ્વારા વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી.

ડાંગ જિલ્લામાં(Dang District)  કેન્દ્રની સિંચાઈ યોજના (Irrigation Project)  હેઠળ 100 કરોડથી વધુના ખર્ચે બનાવેલ કુવા મુદ્દે હવે વાંસદાના ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે. વાંસદા ધારસભ્ય અને ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રભારી અનંત પટેલે કેન્દ્રની સિંચાઈ યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો (Corruption)  આરોપ લગાવ્યો છે. સાથે જ તેણે આ મુદ્દે વિધાનસભામાં સવાલ ઉઠાવવાની વાત પણ કરી છે.

તેણે આક્ષેપ લગાવ્યો કે,ડાંગના ગરીબ આદિવાસી ખેડૂતોના લાભ માટેની યોજનામાં કૂવામાં પાણી નથી, સૌર પેનલનો ખર્ચ પણ પાણીમાં જઈ રહ્યો છે.કરોડોના ખર્ચે બનેલ કુવાના ભ્રષ્ટાચાર અંગે આગામી સમયમાં આદિવાસી ખેડૂતોને(Farmer)  ન્યાય માટે ડાંગમાં આંદોલન કરવાની પણ અનંત પટેલે તૈયારી દર્શાવી છે.

આ પહેલા પણ સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

આ પહેલા પણ અનેક વખત ડાંગ જિલ્લામાં કેન્દ્ર સરકારની સિંચાઈ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલ કૂવાઓમાં ઈજારદાર દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં કેન્દ્ર સરકારની સિંચાઈ યોજના હેઠળ હાલ 200 કૂવાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઈજારદાર દ્વારા લાભાર્થી ખેડૂતની સંમતિ વગર આડેધડ ઓછો માપના કુવાઓનું આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે. આદિવાસી ખેડૂતોના અજ્ઞાનતાનો લાભ ઉઠાવી સંબંધિત અધિકારી અને ઇજારદારની મિલીભગતમાં સરકારી નીતિ નિયમોને નેવે ચડાવી કરી માત્ર 15 થી 20 ફૂટ જેટલું ખોદકામ કરી કૂવાઓ બનાવાય રહ્યાની ખેડુતો ફરિયાદ કરી રહ્યા છે.

Next Video