ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

|

Sep 11, 2024 | 7:14 PM

આ ગામમાં એક ટ્રસ્ટના નામે પડેલી જમીનમાંથી આ શ્વાન કરોડોની કમાણી કરે છે. છેલ્લા એકાદ દાયકામાં જ્યારથી મહેસાણા બાયપાસ બન્યો ત્યારથી આ ગામમાં જમીનના ભાવ આસમાને આંબી ગયા છે અને તેનો સૌથી વધુ ફાયદો ગામના શ્વાનોને થયો છે.

તમે જમીનદારો વિશે ઘણીવાર સાંભળ્યું હશે, પરંતુ મહેસાણાના પાંચોટ ગામમાં એક ખાસ પ્રકારનો જમીનદારો રહે છે, જે અવારનવાર લોકોનું ધ્યાન ખેંચે છે. હકીકતમાં આ જમીનદારો માણસો નથી, પરંતુ ગામના શ્વાન છે, જે કરોડપતિ છે. ગામમાં એક ટ્રસ્ટના નામે પડેલી જમીનમાંથી આ શ્વાન કરોડોની કમાણી કરે છે. છેલ્લા એકાદ દાયકામાં જ્યારથી મહેસાણા બાયપાસ બન્યો ત્યારથી આ ગામમાં જમીનના ભાવ આસમાને આંબી ગયા છે અને તેનો સૌથી વધુ ફાયદો ગામના શ્વાનોને થયો છે.

ગામના એક ટ્રસ્ટ પાસે 21 વીઘા જમીન છે. પરંતુ આ જમીનની તમામ આવક આ શ્વાનોના નામે છે. બાયપાસ પાસે આવેલી આ જમીનની કિંમત પ્રતિ વીઘા આશરે 3.5 કરોડ રૂપિયા છે. ટ્રસ્ટ પાસે 70 જેટલા શ્વાન છે. આ રીતે લગભગ દરેક શ્વાનના ભાગમાં લગભગ 1-1 કરોડ રૂપિયા આવે છે.

Next Video