ગુજરાતમાં LRD અને PSIની ફિઝિકલ પરીક્ષામાં ગેરલાયક ઠરેલા કેટલાક ઉમેદવારોને હાઇકોર્ટ તરફથી રાહત

|

Feb 23, 2022 | 11:08 PM

હાઇકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ટકોર કરી હતી અને કહ્યું કે ગ્રાઉન્ડ પર ઉમેદવારોની સમસ્યાના નિરાકરણ માટે સરકારે અલગ માળખું ઊભું કરવું જોઇએ.ન્યાયના દરવાજા તમામ માટે ખુલ્લા છે..પરંતુ પહેલાથી જ સરકાર સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી છે

ગુજરાતમાં(Gujarat)  LRD અને PSIની ફિઝિકલ પરીક્ષામાં ગેરલાયક ઠરેલા કેટલાક ઉમેદવારોને હાઇકોર્ટ(Highcourt)  તરફથી રાહત મળી છે. જેમાં હાઈકોર્ટે LRD અને PSIની લેખિત પરીક્ષામાં (Written Test) ઉમેદવારોને બેસવાની છૂટ આપી છે.હાઇકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ટકોર કરી હતી અને કહ્યું કે ગ્રાઉન્ડ પર ઉમેદવારોની સમસ્યાના નિરાકરણ માટે સરકારે અલગ માળખું ઊભું કરવું જોઇએ..ન્યાયના દરવાજા તમામ માટે ખુલ્લા છે..પરંતુ પહેલાથી જ સરકાર સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી છે..મહત્વનું છે કે ફિઝિકલ પરીક્ષામાં છાતીના માપદંડમાં નાપાસ થયેલા કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી ન્યાયની માંગ કરી હતી..જેને ધ્યાને રાખી હાઇકોર્ટે ઉમેદવારોની ફેરમાપણી કરવા માટે આદેશ કર્યો હતો..જો કે સોલા સિવિલ હોસ્પિટલમાં થયેલી ફેર ચકાસણીમાં ઉમેદવારો પાસ થતાં હાઈકોર્ટે લેખિત પરીક્ષામાં બેસવા દેવાની છૂટ આપી છે.

આ પણ વાંચો : દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજાના અધિકારની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો, કરી આ ટકોર

આ પણ વાંચો :  Rajkot : પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપ્યો, પ્રેમિકાને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

Published On - 11:06 pm, Wed, 23 February 22

Next Video