કાળઝાળ ગરમી વચ્ચે પાણીની શોધમાં તરસ્યા વનરાજા પહોંચી ગયા સ્વિમિંગ પુલમાં- જુઓ Video

કાળઝાળ ગરમીની અસરથી કોઈ બચી શક્તુ નથી. ભલે ને પછી એ જંગલનો રાજા સિંહ જ કેમ ન હોય. હાલ આગ વરસાવતી ગરમી વચ્ચે એક દુર્લભ કહી શકાય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ગીરમાં પાણીની શોધમાં વનરાવનના રાજા સ્વિમિંગ પુલ પહોંચી ગયા અને આરામથી પાણી પીતા નજરે ચડ્યા છે.

| Edited By: | Updated on: May 19, 2025 | 8:36 PM

ધોમધખતા તાપ વચ્ચે તરસ્યા વનરાજાના અદ્દભૂત અને દુર્લભ વીડિયો વાયરલ થયો છે. ગરમીથી ત્રસ્ત વનરાજા પાણીની શોધમાં ભટક્તા ભટક્તા એક રિસોર્ટ પાસે પહોંચી ગયા અને રિસોર્ટમાં રહેલા સ્વિમિંગ પુલમાંથી પાણી પીતા દૃશ્યો સામે આવ્યુ છે. આ વીડિયો ગીર સોમનાથના તાલાલાના સૂરવા પંથકનો છે. જ્યા બે સિંહો પાણીની શોધમાં સ્વિમિંગ પુલ સુધી પહોંચી ગયા અને તેમાંથી પાણી પીતા નજરે પડી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ દુર્લભ વીડિયોને તેમના કેમેરામાં કેદ કરી લીધી હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહી છે.

વીડિયોમાં વનરાજા સ્વિમિંગ પુલમાં ઉથરીને આરામથી પાણી પીતા જોઈ શકાય છે. એક તરફ ઉનાળો તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. ધોમધખતા તાપમાં જંગલમાં પાણીના પરંપરગાત જળસ્ત્રોતો સુકાઈ રહ્યાા છે જના કારણે વન્ય જીવો રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. આવુ જ એક તરસ્યુ સિંહ યુગલ અહીં નજીકના સ્વિમિંગ પુલ સુધી આવી ચડ્યુ છે અને તેની તરસ છીપાવતુ જોઈ શકાય છે. જો કે વન વિભાગ દ્વારા જંગલમાં પણ કૃત્રિમ પાણીના કુંડની વ્યવસ્થા આવા વન્યજીવો માટે કરવામાં આવે છે પરંતુ અસહ્ય ગરમી વચ્ચે કદાચ એ કુંડ પણ સુકાઈ જવાથી વનરાજા હાલ બહાર પાણીની શોધમાં આવી ચડેલા જોઈ શકાય છે. જો કે વનવિભાગ દ્વારા કૃત્રિમ કુંડમાં પણ સમયાંતરે પાણી નાખવાની વ્યવસ્થા થવી જોઈએ જેથી આ વન્યજીવોને પાણી માટે આમ ભટકવુ ન પડે તે પણ જરૂરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો