Gandhinagar : ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો

|

Aug 09, 2022 | 4:58 PM

ગાંધીનગરમાં હર ઘર તિરંગા અભિયાનમાં(Tiranga Yatra) ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હત . જેમાં સચિવાલયના પૂર્વ અધિકારી, કર્મચારી અને ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે તિરંગો પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું.

ગાંધીનગરમાં(Gandhinagar)  હર ઘર તિરંગા અભિયાનમાં (Har Ghar Tiranga) ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી( Harsh Sanghvi)  ઉપસ્થિત રહ્યાં હતા . જેમાં સચિવાલયના પૂર્વ અધિકારી, કર્મચારી અને ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે તિરંગો પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું..ગૃહ રાજ્ય પ્રધાન, ગાંધીનગરના મેયર અને અન્ય પદાધિકારીઓ તિરંગા બાઈક રેલીમાં પણ જોડાયા હતા.રાષ્ટ્રધ્વજ સામાન્ય લોકો દિવસ-રાત ફરકાવી શકે તે માટે નિયમોમાં પણ ફેરફાર કરાયો છે.તિરંગાનું માન-સન્માન જાળવવા તમામ લોકોએ તકેદારી રાખવી જોઈએ.તિરંગાનું અપમાન ન થાય તે જોવાની આપણા સૌની ફરજ છે.હર્ષ સંઘવીએ કહ્યું જે લોકો 15 ઓગસ્ટ બાદ તિરંગો પરત આપવા માગે તેના માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાશે.

હર ઘર તિરંગા અભિયાન શહીદોને સલામી આપવાનો કાર્યક્રમ છે, તેમ જણાવતા હર્ષ  સંઘવીએ ઉમેર્યું હતું કે, આપણો તિરંગાની શાન માત્ર દેશમાં નહીં પણ દુનિયામાં પણ લહેરાઇ રહી છે. વિદેશની ધરતી ઉપર તાજેતરમાં થયેલા યુદ્ધમાં ફસાયેલા બીજા દેશના છાત્ર તિરંગો લહેરાવતા સલામત બચી ગયો હોવાની ઘટના આપણી નજર સમક્ષ છે, આ વાત તિરંગાનું ગૌરવગાન કરે છે. નવા ભારતના નિર્માણ માટે સૌ કોઇ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તેવું આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સોમવારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર અને વડોદર  મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી વિરાટ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,  મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં અહીંના પોલો ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવી તેઓ પણ સાથે આ પદયાત્રામાં સામેલ થયા હતા.

Next Video