ગુજરાતમાં બાળકોની કિડની કાઢી લેતી ગેંગ સક્રિય થઇ હોવાના દાવા બાદ લોકોમાં ફફડાટ, તસવીરો થઈ VIRAL

સોશિયલ મીડિયામાં મેસેજ અને ફોટા વાયરલ (viral Photo) થતાં પાલનપુર (palanpur) અને વડગામ પંથકમાં મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ છવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 1:40 PM

બનાસકાંઠા (Banaskantha) પંથકમાં બાળકોને ઉપાડી જઇ તેની કિડની કાઢી લેતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ સોશિયલ મીડિયા (Social media)  પર વાયરલ થયા છે. બે યુવકો મહિલાઓનું રૂપ ધારણ કરી બાળકોને ઉપાડી જતી હોવાના ફોટા અને લખાણ વાયરલ થયા. વાયરલ લખાણમાં જણાવવામાં આવ્યું છે કે બાળકોને ઉઠાવતી ગેંગ દિવસ દરમ્યાન ગામડે- ગામડે ફરે છે.પછી બાળકોને પકડી તેને સિમેન્ટની બોરીઓમાં નાંખીને લઇ જાય છે.આ ટોળકી બાળકોને મારી નાખી તેની કિડની વેચી નાખે છે.સોશિયલ મીડિયામાં મેસેજ અને ફોટા વાયરલ (viral Photo) થતાં પાલનપુર (palanpur) અને વડગામ પંથકમાં મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ છવાયો છે.

સરોગસીના નામે બાળ તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

થોડા સમય અગાઉ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ (Child abduction) થયું હતું. આ અપહરણનો મામલો બાળ તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતુ. પ્રાથમિક તબક્કે આ કેસમાં પોલીસે અપહરણ અંગે તપાસ કરી તો કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી અને સરોગસીના નામે બાળ તસ્કરી કરી અને બાળકોના સોદા (Child Trafficking In Gujarat) કરતી ગેંગને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડી હતી.ત્યારે ફી એક વાર આ પ્રકારની તસવીરો વાયરલ થતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">