AHMEDABAD : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને વચગાળાની રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે 17 જાન્યુઆરી સુધી મુદ્રેશ પુરોહિતની ધરપકડ કરવા પર રોક લગાવી છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે આ કેસ અંગેની તપાસ કરી રહેલી એજેન્સીને નોટીસ ઈશ્યુ કરી છે. આ સાથે હાઈકોર્ટે સંબંધિત કેસની તપાસમાં સહકાર આપવા મુદ્રેશ પુરોહિતને નિર્દેશ કર્યો છે. આ કેસમાં હાઈકોર્ટે ખાસ કિસ્સો ગણીને મુદ્રેશ પુરોહિતનેવચગાળાની રાહત આપી છે.
ઉલ્લેખનીય છે કે પેપર લીક કેસમાં ગઈકાલે 23 ડિસેમ્બરે પોલીસે 3 અને 22 ડિસેમ્બરે 4 થઇ અત્યાર સુધીમાં 21 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. બુધવારે સાબરકાંઠા પેપર લીક કેસમાં સાબરકાંઠા પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે દાના ડાંગર, કેયુર પટેલ, કૃપાલી પટેલ, હિમાની દેસાઇ નામના આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કાર્યવાહીમાં અત્યાર સુધી કુલ 21 જેટલા આરોપીઓ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે. એટલું જ નહિં પોલીસને દીપલ પટેલ પાસેથી 14 લાખ 10 હજાર રૂપિયા જ્યારે જયેશ પટેલ પાસેથી 20 લાખ રૂપિયા મળી આવ્યા છે. અત્યાર સુધી પોલીસે મોબાઇલ, વાહનો અને રોકડ મળી કુલ 78 લાખ 46 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચો : PAPER LEAK : કૌભાંડીઓને કડક સજા થાય તે માટે દરેકે અવાજ ઉઠાવવો જોઇએ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી
આ પણ વાંચો : VADODARA : મામલતદાર કચેરીમાં મહેસૂલ પ્રધાને અચાનક મુલાકાત લઇ 11થી 12 કરોડ રૂપિયાની જંત્રી વિસંગતતા પકડી પાડી
Published On - 5:49 pm, Fri, 24 December 21