કોર્ટના કામકાજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતનો કોર્ટોને નિર્દેશ

| Edited By: | Updated on: Dec 28, 2023 | 7:13 PM

ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસાર જો કોઈ કામના કલાકોનું પાલન ન કરે તો તેની સામે શિસ્તભંગના પગલાઓ લેવાની પણ સૂચના આપવામાં આવી છે. તો જિલ્લા જજો અને ન્યાયિક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટની મુલાકાત ન લે તેવી પણ સૂચના અપાઈ છે.

રાજ્યની કોર્ટને લઈ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત દ્વારા નિર્દેશો જાહેર કરાયા છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા વિવિધ બાબતોના 5 સરર્ક્યુલર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં કોર્ટના કામના કલાકોનું કડક પાલનથી લઈને કામકાજના કલાકો દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા નિર્દેશ અપાયો છે.

ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસાર જો કોઈ કામના કલાકોનું પાલન ન કરે તો તેની સામે શિસ્તભંગના પગલાઓ લેવાની પણ સૂચના આપવામાં આવી છે. તો જિલ્લા જજો અને ન્યાયિક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટની મુલાકાત ન લે તેવી પણ સૂચના અપાઈ છે.

આ ઉપરાંત મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વીકારવા સૂચના અપાઈ છે. નિર્દેશોનું પાલન ન કરનાર સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કોર્ટના કામકાજના કલાકો દરમિયાન જજો કે ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફે પોતાના અંગત કામ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, આ વખતે વહેલા શરૂ થશે ગુજરાતનું બજેટ સત્ર, દારૂ મુદ્દે કહ્યું સ્થિતિ મુજબ જનતાની તરફેણમાં નિર્ણય લેવાશે

આ ઉપરાંત મહાનુભાવોના પ્રવાસ દરમિયાન જિલ્લાના ન્યાયિક અધિકારીઓએ કામકાજની જગ્યા ન છોડવી, મહાનુભાવો સાથે મુલાકાતની ઈચ્છા ધરાવતા હોય તો કામકાજના સમય પહેલા અથવા બાદમાં મળી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો