Gujarat High Court: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદી વિવાદનો કેસ, આજે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાશે વધુ સુનાવણી

| Edited By: | Updated on: May 02, 2022 | 10:59 AM

હરિધામ સોખડા (Sokhda Haridham) વિવાદ કેસમાં હાઇકોર્ટ આજે મહત્વના નિર્દેશ આપી શકે છે. ગાદી વિવાદ કેસની હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉ હાઇકોર્ટે પ્રબોધ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામીને સમાધાનકારી વલણ અપનાવીને, વિવાદનો અંત લાવવા ટકોર કરી હતી.

Vadodara: હરિધામ સોખડા (Sokhda Haridham) વિવાદ કેસમાં હાઇકોર્ટ (Gujarat High Court) આજે મહત્વના નિર્દેશ આપી શકે છે. ગાદી વિવાદ કેસની હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉ હાઇકોર્ટે પ્રબોધ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામીને સમાધાનકારી વલણ અપનાવીને, વિવાદનો અંત લાવવા ટકોર કરી હતી. અને હાઇકોર્ટના વકીલોની ટીમોએ બંને પક્ષોના સંતો સાથે મુલાકાત કરીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વિવાદનો અંત ન આવતા હવે આજે હાઇકોર્ટ અંતિમ ફેંસલો કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. મહત્વનું છે કે, પ્રબોધ સ્વામી જૂથના સંતોને મંદિરમાં ગોંધી રાખવા મુદ્દે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે.

હાઇકોર્ટ સોખડા સ્વામિનારાયણ મંદિર ગાદી વિવાદ કેસમાં શું નિર્દેશ કે ફેંસલો આપે છે તેના પર સૌ હરિભક્તોની મીટ મંડાઇ છે. જોકે અહીં સવાલ એ પણ સર્જાય છે કે, હાઇકોર્ટ જે પણ કોઇ ફેંસલો આપે. શું આ ફેંસલો બંને પક્ષો ગ્રાહ્ય રાખશે. શું હાઇકોર્ટના નિર્દેશનો બંને પક્ષો સ્વીકાર કરશે કે, પછી ગાદી વિવાદ બરકરાર રહેશે..?

આ પણ વાંચો: Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો