ગુજરાતમાં પેપર લીક કાંડ બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે હેશટેગ Resign_AsitVora
અસિત વોરાને હટાવવા માટે ટ્વીટર પર આંદોલન શરૂ થયું છે.#Resign_AsitVora હેશટેગ ઉપર 1 લાખથી વધુ ટ્વીટ કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં(Guajrat) હેડ ક્લાર્કના(Head Clerk) પેપર લીક(Paper Leak) કેસમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની(Asit Vora) શંકાસ્પદ ભૂમિકાને લઇ સવાલ ઉઠી રહ્યાં છે.વિપક્ષ પણ અસિત વોરા રાજીનામું આપે તેવી માંગ કરી રહ્યું છે.ત્યારે અસિત વોરાને હટાવવા માટે ટ્વીટર(Twitter) પર આંદોલન શરૂ થયું છે.#Resign_AsitVora હેશટેગ ઉપર 1 લાખથી વધુ ટ્વીટ કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે ગુજરાતમાં (Gujarat) હેડ ક્લાર્ક પેપર કાંડ (Paper Leak) બાદ આખરે અસિત વોરાએ(Asit Vora)મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાથે મુલાકાત કરી હતી.મુખ્યપ્રધાન સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી.જો જોકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નીકળેલા અસિત વોરાએ કહ્યું-‘CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.
મહત્વનું છે કે પેપર લીકના કારણે અસિત વોરાની મુશ્કેલીઓ સતત વધી રહી છે.વિપક્ષી નેતાઓ સતત અસિત વોરાના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની(Head Clerk) ભરતી(Recruitment) માટેનું પેપર લીક(Paper leak) થવાના કારણે 88 હજાર ઉમેદવારો(Candidates)ના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે. જેને લઇને ઠેર ઠેર વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. આ વિરોધમાં હવે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના સભ્યો પણ જોડાયા છે. યુવાનોને ન્યાય અપાવવાની હુંકાર સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ તથા મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર ઊતર્યા છે.
આ પણ વાંચો : ઓફલાઇન શિક્ષણ અંગે મંત્રી જીતુ વાઘાણીની સાફ વાત, વાલીઓના સંમતિપત્ર ફરીથી લેવાશે
અ પણ વાંચો: Ahmedabad : 31 ડિસેમ્બર નજીક આવતા જ નશાખોરો સક્રિય, ખાખીની આડમાં દારૂની હેરાફેરી !!!!