ગુજરાતમાં હાર્દિક પટેલ છે કોંગ્રેસની નારાજ, આ છે મુખ્ય કારણ

| Edited By: | Updated on: Apr 27, 2022 | 11:34 PM

હાર્દિક પટેલે(Hardik Patel ) ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, ગત ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી. તેના માટે કોંગ્રેસનું આંતરિક વિખવાદ અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓનો બીજા દળો સાથે ‘ગુપ્ત ગઠબંધન' પણ જવાબદાર છે સાથે પટેલે દાવો કર્યો કે, 2017માં આટલો મોટો માહોલ હતો પરંતુ ખોટી રીતે ટિકિટ વહેંચાતા સરકાર ન બની શકી

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election ) પહેલા કોંગ્રેસને (Congress) મોટો ઝટકો લાગી શકે છે. હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ(Hardik Patel)  નારાજ જોવા મળી રહ્યા છે.ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કોંગ્રેસના મોટા નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું, મને એટલો હેરાન કરવામાં આવે છે કે મને તેના વિશે ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.હાર્દિક પટેલે ટ્વિટર પર જણાવ્યું છે કે, સાચું બોલાવું જોઈએ કેમ કે હુ પાર્ટીનુ ભલુ ઈચ્છુ છુ. રાજ્યની જનતા અમારી તરફ અપેક્ષા રાખે છે અને અમે તે અપેક્ષાએ ખરાં ઉતરી ન શકીએ, તો પછી આ નેતાગીરીનો શું મતલબ છે ! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરવાનું છે. પદનો મોહ નથી કામનો ભૂખ્યો છું.

હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, ગત ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી. તેના માટે કોંગ્રેસનું આંતરિક વિખવાદ અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓનો બીજા દળો સાથે ‘ગુપ્ત ગઠબંધન’ પણ જવાબદાર છે સાથે પટેલે દાવો કર્યો કે, 2017માં આટલો મોટો માહોલ હતો પરંતુ ખોટી રીતે ટિકિટ વહેંચાતા સરકાર ન બની શકી. હાર્દિક પટેલે કહ્યું કે, મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પરંતુ મને કોઈ મહત્વની બેઠકમાં બોલાવતા નથી.. કોઈ નિર્ણયમાં ભાગીદાર બનાવતા નથી. તેમજ ત્રણ વર્ષમાં મને કોઈ કામ ન સોંપાયું. હાર્દિક પટેલે કોંગ્રેસ સામે સવાલ પણ કર્યો કે 2017માં કોંગ્રેસે હાર્દિકનો ઉપયોગ કર્યો.. 2022માં નરેશભાઈનો ઉપયોગ કરશો અને 2027માં બીજા કોઈ પટેલને શોધશો ? તમારી પાસે હાર્દિક છે તો તેને મજબૂત કેમ નથી કરતા ? નરેશભાઈને લેવા જોઈએ પરંતુ ક્યાંક તેમની હાલત મારા જેવી તો નહીં થાયને ?

આ પણ વાંચો :  Ahmedabad : જીટીયુ ખાતે 5 ટ્રીલિયન ઈકોનોમીમાં ટેક્નોલોજીના રોલ અંગે રાઉન્ડ ટેબલ મીટ યોજાઈ

આ પણ વાંચો :  ખંભાત હિંસા મામલે આઇબીએ આપ્યું હતું એલર્ટ, પથ્થરમારાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 14, 2022 08:25 PM