Gujarat માં રાજકોટ, ભાવનગર અને જામનગરમાં GST વિભાગના દરોડા, 13 પેઢી પર કાર્યવાહી
રાજકોટ, ભાવનગર અને જામનગરમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. આ શહેરોમાં લોખંડ અને બ્રાસના પાટર્સ બનાવતા વેપારીઓના એકમો પર GST વિભાગ ત્રાટક્યું હતું. તો સર્ચ ઓપરેશમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
ગુજરાતમાં(Gujarat) GST વિભાગ(GST) દ્વારા સૌરાષ્ટ્રના 3 મોટા શહેરોમાં સર્ચ ઓપરેશન(Search Operation) હાથ ધરવામાં આવ્યું છે. જેના અંતર્ગત રાજકોટ, ભાવનગર અને જામનગરમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. આ શહેરોમાં લોખંડ અને બ્રાસના પાટર્સ બનાવતા વેપારીઓના એકમો પર GST વિભાગ ત્રાટક્યું હતું. તો સર્ચ ઓપરેશમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં 4, જામનગરમાં 7 અને ભાવનગરના 2 વેપારી પેઢીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
નાણાંકીય વર્ષ 21-22માં સૌથી વધુ આવક
ઉલ્લેખનીય છે કે, GST આવકથી રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારની તિજોરી છલકાઇ છે..ગુજરાત રાજ્યને GSTના અમલીકરણ બાદ નાણાંકીય વર્ષ 21-22માં સૌથી વધુ આવક થઇ છે.વિતેલા નાણાંકીય વર્ષમાં જીએસટી, વેટ અને વળતર પેટે કુલ 86 હજાર 780 કરોડની આવક થઇ છે.જેમાં માર્ચ મહિનામાં જીએસટી પેટે 4 હજાર 530 કરોડની આવક છે. જે ગત માર્ચ-2021ની 3 હજાર 523 કરોડની આવક કરતા 1 હજાર 7 કરોડ કે જે 28.56 ટકા વધારે છે. તો ફેબ્રુઆરી-2022ની 4 હજાર 189 કરોડની તુલનાએ માર્ચમાં જીએસટી આવકમાં 8 ટકાનો વધારો દર્શાવે છે.મહત્વનું છે કે ગત વર્ષ 2020-21માં થયેલી રૂ. 66 હજાર 723 કરોડની આવકની સરખામણીએ રૂપિયા 20 હજાર 57 કરોડ વધું છે.કોવિડ-19 મહામારીના કારણે અગાઉ આર્થિક પ્રવૃતિઓ ઘટવાના પરિણામે વર્ષ 2020-21માં રાજ્યની જીએસટી આવક પર ગંભીર અસર થઇ હતી. જો કે વર્ષ 2021-22માં થયેલી આવક ગુજરાતની અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી બેઠું થઇ રહ્યુ હોવાના સંકેત આપે છે.
આ પણ વાંચો : Amul અને Sap ઇન્ડિયા દ્વારા ગામડાઓમાં ટેક્નોલોજીની ક્રાંતિ તરફ નવી પહેલ
આ પણ વાંચો : Jamnagar: ડોકટરોએ હડતાળના બીજા દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ વ્યક્ત કર્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો