RAJKOT : પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો કલીપ વાયરલ, તાલુકા પંચાયતના સદસ્યને ધમકી આપી ?

RAJKOT : પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો કલીપ વાયરલ, તાલુકા પંચાયતના સદસ્યને ધમકી આપી ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 3:35 PM

પૂર્વ પ્રધાન બાવળિયાએ ધમકી આપતા કહ્યું, પૈસા માગી RTI કરશો તો, ખાવાનો વારો આવશે. આ સાથે બાવળીયાએ જાહેરમાં ચર્ચા કરવા માટે તાલુકા પંચાયતના સદસ્યને પડકાર પણ ફેંક્યો છે. વાયરલ થયેલા આ ઓડિયોની ટીવીનાઈન કોઈ પુષ્ટિ કરતું નથી.

Rajkot: પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાની (Kunwarji Bawaliya)કથિત ઓડિયો ક્લીપ (Audio clip)વાયરલ (Viral)થઈ છે. તાલુકા પંચાયતના સદસ્ય ભવાન સરવૈયાને (Bhavan Sarvaiya) ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પંચાયતના સદસ્યએ RTI કરવાની વાત કરી. તો પૂર્વ પ્રધાન બાવળિયાએ ધમકી આપતા કહ્યું, પૈસા માગી RTI કરશો તો, ખાવાનો વારો આવશે. આ સાથે બાવળીયાએ જાહેરમાં ચર્ચા કરવા માટે તાલુકા પંચાયતના સદસ્યને પડકાર પણ ફેંક્યો છે. વાયરલ થયેલા આ ઓડિયોની ટીવીનાઈન કોઈ પુષ્ટિ કરતું નથી.

કુંવરજી બાવળિયાએ ભવાન સરવૈયાને કહે છે કે પૈસા માગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે, પાછા બધા ભાગબટાઈની વાતો કરો છો. જોકે આ અંગે કુંવરજી બાવળિયાએ મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ના, એમાં કંઇ છે નહીં. બીજા લોકોએ ગામના કોન્ટ્રેક્ટર પાસે પૈસા માગ્યા હતા, આથી પૈસામાં આનાકાની થઈ એટલે મેં જાહેરમાં કહ્યું કે પૈસા ન માગ્યા હોય તો આવી જાઓ, આપણે ચોકમાં મીટિંગ કરીએ. પૈસાની માગણી કરો અને RTI કરો તો ખાવાનું થાય, આપણે એક તરફ ભ્રષ્ટાચારના પૈસા માગીએ અને કામ નબળું થયાની RTI કરીએ તો એવું થોડું ચાલે.

આ પણ વાંચો :યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તા.8 થી 10 એપ્રિલે યોજાશે, મુખ્યમંત્રી પરિક્રમાના પ્રારંભે આદ્યશક્તિના દર્શન-અર્ચન કરશે

આ પણ વાંચો :જીતુ વાઘાણીના નિવેદન પર રાજકારણ ગરમાયું, દિલ્લીના શિક્ષણ પ્રધાને Tweet કરીને વાર કર્યા

g clip-path="url(#clip0_868_265)">