ગુજરાત કોંગ્રેસનો મોટો આક્ષેપ, સરકારી હોસ્પિટલોમાં તબીબીઓની અછત

| Edited By: | Updated on: Jan 22, 2022 | 5:12 PM

ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સર્જન, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત સહિતના સુપર સ્પેશ્યાલીસ્ટની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે.

ગુજરાતમાં(Gujarat) એકતરફ કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે તો બીજીબાજુ સરકારી હોસ્પિટલમાં (Government Hospital)  ડોક્ટરોની(Doctors) અછત છે. જેમાં ઘણી હોસ્પિટલ ડોક્ટર વિનાની છે. જ્યાં લોકોની સારવાર કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. રાજ્યમાં 1 392 સામે માત્ર 13 તબીબો જ છે. જ્યારે 99 સુપર સ્પેશિયાલિટીની જગ્યાઓ પણ ખાલી છે. આરોગ્ય માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે છતાં ડોક્ટરોની ભરતી ન થતી હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું  અને કહ્યું હતું કે રાજ્યનું આરોગ્ય ખાતું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સર્જન, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત સહિતના સુપર સ્પેશ્યાલીસ્ટની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. તેમજ વારંવારની રજુઆત છતાં રાજ્યમાં આરોગ્ય માળખાને સુધારવા, ડોક્ટરોની ભરતી કરવામાં ભાજપ સરકારની નિષ્ક્રીયતા જોવા મળી છે. તેમજઆઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે આરોગ્ય કર્મચારીઓનું મોટા પાયે આર્થિક શોષણ કરતી ખાનગી એજન્સીઓને ભાજપ સરકારના આશીર્વાદ છે.

જ્યારે રાજયમાં ડોક્ટરોની ભરતી ન થતી હોવાથી લોકોને આરોગ્યને લઈને ભારે તકલીફો પડે છે. તેમજ ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફના અભાવ કોરોના સમયમાં પારાવાર મુશ્કેલીનો ગુજરાત અને ગુજરાતીઓ એ સામનો કરવો પડ્યો.PHC/CHC/સીવીલ હોસ્પીટલોમાં મોટા પાયે ખાલી જગ્યાથી ગુજરાત આરોગ્ય સેવામાં ઘણુ પાછળ છે. તેમજ માનવ સુચકાંકમાં પણ ગુજરાત ભાજપ સરકારની ખોટી નીતિના કારણે સતત પાછળ ધકેલાયું છે. આ ઉપરાંત અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારોની સરકારી હોસ્પીટલ સેવાની સદંતર ઉપેક્ષા કરવામાં આવે છે. જ્યારે
વારંવાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ફટકાર લગાડે છે તેમ છતાંય સરકાર ડોક્ટરો અને પેરામેડીકલની કાયમી ભરતી નથી કરતી

આ પણ વાંચો : દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો, માછીમારોને દરિયો ના ખેડવા સૂચન

આ પણ વાંચો: Ahmedabad : અમરાઇવાડીમાં ગેસનો બાટલો લિકેજ થતા બ્લાસ્ટ, 3 ઘાયલ, એકની હાલત ગંભીર

 

Published on: Jan 22, 2022 05:09 PM