Gujarat સરકારની તિજોરી જીએસટીની આવકથી છલકાઈ, અર્થતંત્ર બેઠું થઇ રહ્યુ હોવાના સંકેત

|

Apr 01, 2022 | 7:22 PM

ગત વર્ષ 2020-21માં થયેલી રૂ. 66 હજાર 723 કરોડની આવકની સરખામણીએ રૂપિયા 20 હજાર 57 કરોડ વધું છે.કોવિડ-19 મહામારીના કારણે અગાઉ આર્થિક પ્રવૃતિઓ ઘટવાના પરિણામે વર્ષ 2020-21માં રાજ્યની જીએસટી આવક પર ગંભીર અસર થઇ હતી. જો કે વર્ષ 2021-22માં થયેલી આવક ગુજરાતની અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી બેઠું થઇ રહ્યુ હોવાના સંકેત આપે છે.

જીએસટીની (GST) આવકથી ગુજરાતની (Gujarat) ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra Patel) સરકારની તિજોરી છલકાઇ છે.ગુજરાત રાજ્યને GSTના અમલીકરણ બાદ નાણાંકીય વર્ષ 21-22માં સૌથી વધુ આવક થઇ છે.વિતેલા નાણાંકીય વર્ષમાં જીએસટી, વેટ અને વળતર પેટે કુલ 86 હજાર 780 કરોડની આવક થઇ છે.જેમાં માર્ચ મહિનામાં જીએસટી પેટે 4 હજાર 530 કરોડની આવક છે.જે ગત માર્ચ-2021ની 3 હજાર 523 કરોડની આવક કરતા 1 હજાર 7 કરોડ કે જે 28.56 ટકા વધારે છે. તો ફેબ્રુઆરી-2022ની 4 હજાર 189 કરોડની તુલનાએ માર્ચમાં જીએસટી આવકમાં 8 ટકાનો વધારો દર્શાવે છે.મહત્વનું છે કે ગત વર્ષ 2020-21માં થયેલી રૂ. 66 હજાર 723 કરોડની આવકની સરખામણીએ રૂપિયા 20 હજાર 57 કરોડ વધું છે.કોવિડ-19 મહામારીના કારણે અગાઉ આર્થિક પ્રવૃતિઓ ઘટવાના પરિણામે વર્ષ 2020-21માં રાજ્યની જીએસટી આવક પર ગંભીર અસર થઇ હતી. જો કે વર્ષ 2021-22માં થયેલી આવક ગુજરાતની અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી બેઠું થઇ રહ્યુ હોવાના સંકેત આપે છે.

જેમાં વર્ષ 2021-22 દરમિયાન જીએસટી પેટે કુલ રૂપિયા 45,464 કરોડની આવક થયેલી છે. જે વર્ષ 2020-21ની રૂપિયા 30,697 કરોડની આવકની તુલનાએ રૂપિયા 14,767 કરોડ કે 48.10 ટકાનો વધારે દર્શાવે છે. તો ગત નાણાંકીય વર્ષે ગુજરાતને વેટ પેટે કુલ રૂપિયા 30,137 કરોડની આવક થઇ છે. જે અગાઉના વર્ષ 2020-21ની રૂપિયા 20,827 કરોડના વેટ ક્લેક્શનની તુલનાએ રૂ. 9,310 કરોડ કે 44.70 ટકા વધારે છે.

આ પણ વાંચો : Rajkot : PGVCLની બેદરકારી સામે આવી, 1BHKના સરકારી આવાસ ધારકને ફટકાર્યુ 1.84 લાખનું બિલ

આ પણ વાંચો : Ahmedabad : મિત્ર એ જ કરી મિત્રની ઘાતકી હત્યા, બે આરોપી ઝડપાયા, એક હજુ ફરાર

Published On - 7:14 pm, Fri, 1 April 22

Next Video