ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ, જુઓ Video

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ, જુઓ Video

| Updated on: Dec 19, 2025 | 8:52 PM

ખેડૂતો હાલ ભારે મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ બિનમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ બગડી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારના ડુંગળી ઉગાવતા ખેડૂતો માટે હાલની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે.

માવઠાના કારણે શરૂઆતમાં નુકસાન થયા બાદ પણ ખેડૂતોએ વધારાની મહેનત અને ખર્ચ કરીને ડુંગળીનો પાક તૈયાર કર્યો હતો. જોકે જ્યારે પાક વેચાણ માટે માર્કેટ યાર્ડમાં પહોંચ્યો, ત્યારે ભાવોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરીના ખર્ચને કારણે એક વિઘા દીઠ આશરે 20થી 25 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થયો છે, પરંતુ હાલ બજારમાં એક મણ ડુંગળીના ભાવ માત્ર 100થી 250 રૂપિયા સુધી જ મળી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે ઓછામાં ઓછા 500 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળે તો જ ઉત્પાદન ખર્ચ નીકળી શકે. હાલની પરિસ્થિતિમાં ડુંગળીનો પાક ખેતી માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતો પોષણક્ષમ ભાવની માંગ ઉઠાવી રહ્યા છે.

બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે બજારમાં આવતી ડુંગળીની ગુણવત્તા નબળી હોવાથી ભાવમાં વધારો થતો નથી. ઉપરાંત, માંગની તુલનામાં પુરવઠો વધારે હોવાથી પણ ભાવ પર નકારાત્મક અસર પડી છે. વેપારીઓનું માનવું છે કે જો ઉચ્ચ ગુણવત્તાની ડુંગળી બજારમાં આવશે તો ભાવમાં સુધારો શક્ય છે, પરંતુ હાલના સંજોગોમાં ભાવ વધવાની સંભાવના ઓછી છે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો