Gujarat Election 2022: દાહોદ, ઝાલોદ અને લીમખેડામાં ભાજપ દ્વારા લેવાઈ સેન્સ, પૂર્વ ધારાસભ્ય મહેશ ભૂરિયાને ટેકેદારોનું સમર્થન
ઝાલોદ (Jhalod) વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મહેશ ભૂરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલ વાઘેલા, નિવૃત્ત આઈઝી બી.ડી.વાઘેલા સહિત દાવેદારો મેદાનમાં છે. ત્યારે મહેશ ભૂરિયાના ટેકેદારોએ આ વખતે પણ મહેશ ભૂરિયાને જ ટિકિટ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ઝાલોદ વિધાનસભા બેઠક છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસના કબજામાં છે.
આજે પણ ભાજપ દ્વારા કેટલાક જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આજે મધ્ય ગુજરાતના દાહોદ, ઝાલોદ અને લીમખેડા બેઠક ઉપર દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે આ પ્રક્રિયામાં જીતુ વાઘાણી, પ્રફુલ પાંસેરીયા અને કૌશલ્યા કુંવરબા સામેલ થયા છે અને તેમના દ્વારા દાવેદારોની સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઝાલોદ વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મહેશ ભૂરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલ વાઘેલા, નિવૃત્ત આઈઝી બી.ડી.વાઘેલા સહિત દાવેદારો મેદાનમાં છે. ત્યારે મહેશ ભૂરિયાના ટેકેદારોએ આ વખતે પણ મહેશ ભૂરિયાને જ ટિકિટ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ઝાલોદ વિધાનસભા બેઠક છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસના કબજામાં છે.
દરમિયાન દાહોદ કમલમ કાર્યાલય ખાતે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી સહિત કાર્યકર્તાઓ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. પ્રફુલ પાનસેરીયા સહિતના ભાજપાના કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં નજીકના સમયમાં જ ચૂંટણી જાહેર થઈ જશે. આવતીકાલથી ત્રણ દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે, ત્યારે મોટાભાગના વિકાસકાર્યો અને યોજનાઓના ખાતમુર્હુત કરવામાં આવશે.
ગુજરાતમાં ચૂંટણી પહેલા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા આયોજિત કરવામાં આવી હતી. આજે પોરબંદર જિલ્લાની બેઠકો માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોરબંદરની વિધાનસભા અને કુતિયાણા વિધાનસભા બેઠકો માટે બિરલા હોલ ખાતે રાજ્યના મંત્રી કિરીટસિંહ રાણા, રઘુભાઈ હુબલ અને દીપિકાબેન સરડવાએ કાર્યકરો, દાવેદારો અને હોદેદારો સાથે બેઠકો કરી હતી.