દાહોદમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી, લોકોએ ગાયના દોડતા ટોળા સામે દંડવત કર્યા, જુઓ VIDEO

દાહોદમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી, લોકોએ ગાયના દોડતા ટોળા સામે દંડવત કર્યા, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 7:35 AM

નવા વર્ષે હજારો લોકો ભેગા થઈને અહીં ઉજવણી કરેછે. ગોવાળીયા જમીન ઉપર ઉંધા સુઇ જાય છે અને તેમના પરથી ગાય પસાર થાય છે.જો કે નવાઈની વાત એ છે કે ગોવાળીયાઓને કોઈ ઇજા પણ થતી નથી.

દાહોદ (Dahod) જિલ્લામાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ગાયના (Cow) દોડતા ટોળાની સામે જઈને દંડવત કરવાની પરંપરા મુજબ ઉજવણી કરાઈ. નવા વર્ષે હજારો લોકો ભેગા થઈને અહીં ઉજવણી કરેછે. ગોવાળીયા જમીન ઉપર ઉંધા સુઇ જાય છે અને તેમના પરથી ગાય પસાર થાય છે.જો કે નવાઈની વાત એ છે કે ગોવાળીયાઓને કોઈ ઇજા પણ થતી નથી. આખા વર્ષ દરમિયાન ગોવાળીયાઓ પશુ ઉપર કોઈ પણ પ્રકારનુ દુ:ખ આપ્યુ હોય તો તેને લઇને માફી માગે છે.

રાજ્યમાં નૂતન વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ

ન્દુઓનું મહાપર્વ એટલે નૂતન વર્ષ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel)  વિક્રમ સંવત 2079 ની ગાંધીનગરના પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કરીને શરૂઆત કરી હતી. બાદમાં મુખ્યપ્રધાને કોમ્યુનિટી હોલમાં નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.તો આ તરફ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. અમિત શાહે ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના (C R Patil)  નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા કોર્પોરેટર, ધારાસભ્યો અને કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

g clip-path="url(#clip0_868_265)">